મનોદિવ્યાંગ બાળકો સાથે રહી પોતે પણ મનોદિવ્યાંગ બાળકો માટે પુનરવર્સન કેદ્ર દ્રારા પેપર બેગ, મીણબત્તી, ગરબા ડેકોરેશન ,માટી ના દીવડા તૈયાર કરવા માટે નિઃશુલ્ક સેવા કેન્દ્ર ખોલશે
સ્વીકૃતતા સાથે સમયસર ની યોગ્ય તાલીમ પદ્ધતિ મનો દિવ્યાંગ બાળક ને કેરવણી માં ખુબજ ઉપયોગી છે, તેનું ઉદાહરણ મોરબી માં જન્મેલા અને મોરબી માં રહી ઉછરેલા આ દિવ્યાંગ બાળક છે.રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બની મોરબી નું ઞૌરવ વધારેલ ,મોડલિંગ,ફેશન વોક ,સ્પોર્ટ્સ માં રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ પ્રતિભા બતાવી છે
જય ઓરિયા (ડાઉન સિન્ડ્રોમ ) છે. આ એક જિનેટિક સ્થિતિ છે, કોઈ રોગ નથી ,વાણી ભાષા નો વિકાસ ધીમો હોવા છતાં, સ્પેશિયલ ઓલિમ્પિક માં સ્ટેટ લેવલે દોડ માં નંબર મેળવેલ ,સમરકેમ્પ માં પણ ભાગ લીધેલ છે, માતા-પિતા વગર કોરોના કાળ માં 80 દિવસ રહી અનુકૂલન ક્ષમતા વિકસાવી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી. દિવ્યાંગ બાળકો માં પણ દિવ્ય શક્તિઓ છુપાયેલી હોય છે.જરૂર છે માત્ર તેને સમજી તેની જરૂરિયાત મુજબ તાલીમ વ્યવસ્થા, પોષણક્ષમ વાતાવરણ પુરૂ પાડવાની
વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે ગતરાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર (ટીસી)માં ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત...
મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાની અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોજનાકીય...