Friday, January 30, 2026

મોરબી મનપા દ્વારા શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરી બાંધકામો સિલ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મંજુરી વગર ચાલી રહેલા બાંધકામોને અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ સંબંધિત પક્ષકારોએ મહાનગરપાલિકાની નોટિસની અવગણના કરી બાંધકામ કાર્ય ચાલુ રાખ્યું હતું, જે નિયમ મુજબ ન હોય મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લેતા સદર બાંધકામોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવે છે કે મંજુરી વગર કે નિયમો વિરુદ્ધ કોઈપણ પ્રકારનું બાંધકામ કરનાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા ગેરકાયદેસર બાંધકામોને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બાંધકામ કરતા પૂર્વે મહાનગરપાલિકાની જરૂરી મંજુરી અવશ્ય મેળવવી અને શહેરના સુઆયોજિત વિકાસમાં સહકાર આપવો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર