Tuesday, October 14, 2025

મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી મોરબી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી મોરબી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ – 2025 તેમજ કુટુંબ પરિચય બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

જેમાં ધોરણ-5 થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવેલ જેમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેમજ ઈકબાલભાઈ લિંગડીયા મનસુરી પીંજારા સમાજ રાજકોટ ઉપપ્રમુખ તેમજ ડો. મનસુરભાઈ હાજી ઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર) તેમજ ડો. નદીમભાઈ રજાકભાઈ ઓડિયા (મેડિકલ ઓફિસર) તેમજ હુશેનભાઈ હેરંજા રાજકોટ (એડવોકેટ) અને સુઝાનબેન સલીમભાઈ ઉમરેટિયા (સ્ટાફ નર્ષ) દરેક મહાનુભાવોએ હાજરી આપી શિક્ષણ વિશે માહિતગાર કર્યા હતા તેમજ મનસુરી પીંજારા સમાજના સેક્રેટરી ઈકબાલભાઈ ગનીભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાન આપી તેમનું સન્માન કરેલ આ તકે તેમના દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આમંત્રિત મહેમાનો તથા સમાજના આગેવાનો તેમજ રિલીફ કમિટીના સભ્યો દ્વારા મનસુરી પીંજારા સમાજ મોરબીની કુટુંબ પરિચય બુકનું વિમોચન કરવામાં આવેલ અને આ તકે સમાજ પ્રમુખ આરીફભાઈ હાજી હાસમભાઈ પીલુડિયા એ કુટુંબ પરિચય બુક વિશે માહિતી આી હતી. આ રીતે રિલીફ કમિટી ના દરેક સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજ ના આગેવાનોએ સાથે મળી વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તેમજ તમામ આગેવાનો શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ તમામ સખી દાતાઓની આભારવિધી રિલીફ કમિટી ના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કરવામાં આવ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર