મોરબીના કાલીકા પ્લોટમાં ત્રણ યુવકને બે શખ્સોએ ફટકાર્યા
મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૧ મોંમાય કૃપા જિલાણી પ્લેસ સામે યુવકને ભુંડા ગાળો આપી બે શખ્સોએ લાકડી વડે યુવક સહિત ત્રણ સાહેદોને માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ યુવકે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીક પ્લોટ શેરી નં -૧ મોંમાય કૃપા જિલાણી પ્લેસ સામે રહેતા લોપારામ કાનારામ મિના (ઉ.વ.૨૮) એ આરોપી સત્યદિપસિંહ દિલિપસિંહ જાડેજા તથા જયવિરસિંહ દિલીપસિંહ જાડેજા રહે બંને કાલીકા પ્લોટ શેરી નં -૧ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૦૭-૨૦૨૩ નાં રોજ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં બંન્ને આરોપીઓએ ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી તથા આરોપી સત્યદિપસિંહએ પોતાના હાથમાં રહેલ લાકડાની હોકી વડે ફરીયાદિને ડાબા પગના સાથળ ઉપર બે ઘા મારી મુંઢ ઇજા કરી તથા પાર્થ તેરૈયાને ડાબા હાથના કાંડાના ભાગે હોકીનો એક ઘા મારી મુંઢ ઇજા કરી તથા સિધ્ધાર્થ લોહારને પણ મુંઢ માર મારી ગાળો આપી ફરીયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર લોપારામે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.