Wednesday, May 21, 2025

ટંકારા તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને ડી.ડી.ઓ.ડી.ડી જાડેજા પ્રરક ઉપસ્થિત રહ્યા

મોરબી જિલ્લાના ટંકારા ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા ની ઉપસ્થિતિમાં ટંકારા તાલુકા કક્ષાના ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

હાલ દેશના વીરોને યાદ કરી, તેમને વંદન કરી, માન સન્માન અને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જ અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે મોરબીમાં પાંચ તાલુકાઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ટંકારા ખાતે ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મારી માટી મારો દેશ કાર્યક્રમ’ યોજાયો હતો.

આ કાર્યક્રમ અન્વયે દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી સમયે જે વીરોએ પોતાના લહુનું સિંચન કરીને આપણને આઝાદી અપાવી છે તેવા સ્વાતંત્ર્ય વીરો તેમજ હાલ દેશની રક્ષા કરતા વિવિધ પાંખના વીર જવાનોને યાદ કરવા અને તેમનું સન્માન કરવાના એક ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીની પાવન ભૂમિ પર તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આપણે આપણા તાલુકાની માટી એક કળશમાં એકત્ર કરી છે. રાષ્ટ્રીય કક્ષાએ આવા ૭૫૦૦ કળશો એકત્ર થશે અને તે દિલ્હી ખાતે સ્મૃતિ સ્વરૂપે એનાયત કરાશે. વીરોનુ સન્માન કરવાના આ કાર્યક્રમનું સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્રએ પણ ખૂબ સારું આયોજન કર્યું છે જે માટે તેમણે જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા આ વીરોને એક દિવસ નહીં પણ કાયમ નમન અને વંદન કરીએ, તેમના પરિવારોને કોઈ તકલીફ ન પડે તે જોવાની ફરજ પણ આપણા સૌની છે. નરેન્દ્રભાઈ મોદી તેમજ હાલની સરકાર આઝાદીમાં બલિદાન આપનાર વીરોને યાદ કરે છે અને તેમનું સન્માન કરે છે જેના ભાગરૂપે આપણે ત્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીને સન્માન આપ્યું છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ભાવના સાથે અત્યારે ભારતભરમાં લોકો ગામેગામ શહીદો, નામી-અનામી વીરોને યાદ કરી તેમને વંદન કરી રહ્યા છે. આપણે મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમનું આયોજન કરી વીરોનું સન્માન કર્યું છે. દેશની ઉન્નતી માટે લોકો કટિબદ્ધ બને, લોકોની અંદરની રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને દેશ એક તાંતણે બંધાય તેવા ઉમદા હેતુ સાથે સમગ્ર ભારતમાં ‘મારી માટે મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સ્વામી દયાનંદ સરસ્વતીના સન્માનમાં આર્ય સમાજના આચાર્ય રામદેવ શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નિવૃત્ત આર્મીમેન અંબારામભાઈ દેત્રોજાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સર્વે મહાનુભાવોએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના નામ જડિત શીલાફલકમનું અનાવરણ કર્યું હતું. કળશમાં માટી અર્પણ કરી માટીને વંદન કર્યા હતા તેમજ ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી આપી હતી. ઉપસ્થિત સર્વે પંચપ્રાણ પ્રતિજ્ઞા લઈ દેશની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ બન્યા હતા. કાર્યક્રમમાં અમૃત વાટિકાના ભાગરૂપે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા સાથે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન કામરીયા, સહકારી અગ્રણી ભવાનભાઈ ભાગિયા, આર્ય સમાજના આચાર્ય રામદેવ શાસ્ત્રી, અગ્રણી સર્વ અરવિંદભાઈ દુબરીયા, નથુભાઈ કડીવાર, કિરીટભાઈ અંદરપા, રૂપસિંહ ઝાલા, મહેશભાઈ લીખીયા, અશોકભાઈ ચાવડા, દિનેશભાઈ વાધરીયા, ગણેશભાઈ નમેરા, પ્રભુભાઈ કામરીયા, ગીતાબેન ભોરણીયા, સંજયભાઈ ભાગિયા, સ્થાનિક પદાધિકારી/અધિકારી તેમજ ટંકારાના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર