મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના દરવાજાના રીપેરીંગ કામ અર્થે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા
માળીયા તાલુકાના (૧)વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેધપર (૫)હરીપર (૬)મહેન્દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯)માળિંયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર ગામોનો સમાવેશ થાય છે તથા મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પરથી તેમજ નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી સંદેશ આપવામા આવી છે
મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી ગાડી ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા હિરાલાલ...
મોરબી શહેર તેમજ જિલ્લામાં વ્યાજના દુષણને ડામવા પોલીસ તેમજ જ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવા છતાં તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે અને વ્યાજખોરો આજે પણ બેફામ બની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીમાં વેપારીએ ધંધા માટે વ્યાજે રૂપિયા લીધેલ હોય તે રૂપિયા વ્યાજ સહિત ચૂકવી આપેલ હોય...