મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના દરવાજાના રીપેરીંગ કામ અર્થે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા
માળીયા તાલુકાના (૧)વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેધપર (૫)હરીપર (૬)મહેન્દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯)માળિંયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર ગામોનો સમાવેશ થાય છે તથા મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પરથી તેમજ નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી સંદેશ આપવામા આવી છે
માળીયા મિંયાણા તાલુકાના જશાપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાની પેરવી કરતા ચાર ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મિંયાણા તાલુકાના જશાપર ગામની ખરાવાડમાં પહોંચતા ચાર ઇસમો ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરવાની પેરવી કરતા ઇસમોને ડીઝલનુ ટેન્કર...
હમણાં મોરબીમા તંત્ર જેવું કઈ હોઈ નહિ એવી રીતે જમીન માફિયા ખનિજ માફિયા અને આવારા તત્વોએ પ્રસાશન ઉપર જાણે ગેંગરેપ કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
હમણાં જ રવાપર નદી ગામે ખનીજ સ્કોડ દ્વારા દરોડા પાડ્યા હતા જ્યાં ૩ હિટાચી મશિન અને ૮ ડમ્પર સાથે કરોડોની ખનીજ ચોરી પકડાઈ...
મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦૭માં મહાનગરપાલિકાના પાપે ટ્રક ગટરમાં ફસાયો
મોરબી શહેરમાં આવેલ લાતી પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા ગટરો ખોદી રીપેર કરવામાં આવી હતી પરંતુ સ્થિત હાલમાં પણ જેશે કી તેશી ત્યારે લાતી પ્લોટ શેરી નં ૦૭માં ગટરનું પાણી ઉભરાતા વેપારીનો એક ટ્રક કિચડમાં ફસાયો હતો જેના કારણે વેપારીઓ તેમજ લોકોને...