હળવદના માથક ગામની સીમમાં કારમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાઘજીભાઇ છનાભાઈ કોળીની વાડીએ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/ બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આવેલ વાઘજીભાઇ છનાભાઈ કોળીની વાડીએ આરોપી પિન્ટુ અશોકભાઈ બોરાણીયા રહે. માથક ગામવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એફ-૧૫૦૮ વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૧૫૬૦૦ તથા બીયર ટીન નંગ -૨૧૬ કિં રૂ. ૬૩,૧૨૦ તથા સ્વીફ્ટ કાર કિં રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩,૬૩,૧૨૦ નો મુદામાલ ઝડપી પાડી રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.