હળવદના માથક ગામે જાણી જોઈને કાર ચાલકે બાઈકને હડફેટે લેતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત; કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
હળવદ તાલુકાના માથક – રમછોડગઢના રસ્તે યુવક તથા સાથીઓ પોતાના ખેતર ફરતે વાડ કરતા હોય ત્યારે આરોપી ગાડી લઈને આવી યુવક તથા સાથીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડી યુવકના બાઈક સાથે જાણી જોઈને ભટકાવી યુવકનાસાથી ખોડાભાઈને ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા અને ખેતી કરતા કાળુભાઈ ખોડાભાઈ ડાંગર (ઉ.વ.૪૨) એ તેમના જ ગામના આરોપી મીતરાજસિંહ હરપાલસિંહ ઝાલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા સાથીઓ પોતાના ખેતરમા વાડ કરતા હોય ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી સફેદ કલરની ગાડી નંબર- જી.જે-૨૧-એએચ-૧૧૭૯ વાળી લઇને આવી ફરીયાદિ તથા સાથીઓને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પોતાની ગાડી ફરીયાદિના મોટર સાયકલ તથા સાથી ખોડાભાઇ સાથે જાણી જોઇને સાથીનુ મૃત્યુ થઇ શકે તેવી રીતે પોતાની ગાડી ભટકાડી સાથી ખોડાભાઇને હાથમા પગમા શરીરે ગંભીર પ્રકારની ફેકચર જેવી ઇજાઓ કરી ફરીયાદિના મોટર સાયકલમા નુકશાની કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.