મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના માથક સીઆરસી કક્ષાનો માથક પે સે શાળા ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023 યોજાયો. જેમાં સીઆરસી માં સમાવિષ્ઠ 12 પ્રાથમિક શાળાઓ નાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરવામાં આવેલ મોડલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે હળવદ બીઆરસી કો ઓર્ડીનેટર મિલનભાઈ પટેલ બીઆરપી નિપુણ હરદેવસિંહ પરમાર દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે માથક પે સે શાળાની મુલાકાત લેવામાં આવી. તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક પુરસ્કાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે માથક પે સે શાળા દ્વારા ફિટનેશ વોટરપંપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ તમામ આયોજન માથક સીઆરસી કો ઓર્ડીનેટર રાવલ અરૂણભાઈ અને માથક પે સે શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ગોકુલધામ ખાતે પ્લાસ્ટર કામ કરતી વખતે દિવાલ નમી જતા બંને દિવાલ વચ્ચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા ઇન્દ્રપ્રસ્થ -૩ ના ગ્રાઉન્ડ બહાર રહેતા લુઇસભાઈ સીરીલભાઈ વસુનીયા (ઉ.વ.૨૭) નામનો યુવક...