આજ રોજ શ્રી ભૂત કોટડા પ્રા.શાળા માં માતૃભાષા દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી
જેમાં આપણા વેદો અને રામાયણ ગ્રંથ ની સાથે ગુજરાતી પુસ્તક ની બાળકો દ્વારા પૂજા કરવામાં આવી તેમજ ગુજરાતી ભાષાનું મૂળ કક્કો જુદા જુદા 7 રાગ માં ત્યાંના શિક્ષિકા બેન સાંચલા ગીતા બેન દ્વારા રજૂ કરવામાં આવ્યો.
ભજન,ઘુન,લગ્નગીત,લોકગીત,ચોપાઈ,દુહા છંદ વગેરે અલગ અલગ રાગ અને ઢાળ માં ગવડાવવામાં આવ્યા.બાળકો ખૂબ આનંદ સાથે આ રીતે કક્કો શીખ્યા હતા ઉપરાંત ક થી જ્ઞ સુધી મૂળાક્ષર બાળકોએ અલગ અંદાજ માં રજુ કર્યો અને ગુજરાતી હોવાનો ગર્વ અનુભવ્યો.
આ કાર્યક્રમ નું સંચાલન હર વખતે કંઈક નવું કરવાની નેમ રાખતા ત્યાંના શિક્ષિકા બેન સાંચલા ગીતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું
મોરબી શહેરમાં આવેલ કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર નોટ નંબરીનો જુગાર રમતા...
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામમાં યુવક નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા ગયેલ હોય ત્યારે એક શખ્સ ગાળો બોલતો હોય જેને ગાળો બોલવાની ના પાડતાં સારું નહીં લાગતા અન્ય ત્રણ શખ્સો સાથે મડી યુવકને છરી, લોખંડના ધારીયા વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી...