ગુજરાતમાં માવઠાને લઈને ખેડૂતોમા ચિંતા વ્યાપી ; 12 થી 16 જાન્યુઆરી માવઠની સંભાવના
મોરબી: શિયાળો જામી રહ્યો છે અને ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર છે. આગામી દિવસોમાં માવઠું પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ૧૨ થી ૧૬ જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માવઠું ઉતરાયણ બગાડી શકે છે આગામી તારીખ ૧૨ થી ૧૬ જાન્યુઆરીમા માવઠું ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તો તેમજ જાન્યુઆરીમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે શિયાળુ પાક ઘઉં, જીરૂં, ચણા, સહિતના પાકોને નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે.