કહેવાય છે કે, કુંજમાં વસે નિકુંજ પણ કુંજ જ ન હોય તો ? આવાસ જ ન હોય તો પરિવાર કયાં જઇને વસે ? જે લોકો સમર્થ નથી ઘરનું ઘર બનાવવા માટે તેમણે શું આવાસ વિના જ ચલાવવું ? ના તેમના માટે છે ને પ્રધાનમંત્રી આવાસ યોજના, જે ગરીબો માટે ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર કરે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવાની ખુશાલી વ્યકત કરતા હળવદ તાલુકાના ડુંગરપુર ગામના વતની રણજીતભાઇ લાખાભાઇ વિઠલાપરા જણાવે છે કે, અમારી પાસે રહેવા માટે કાચું મકાન હતું, જેથી અમારી પરિસ્થિતિ ખુબ ખરાબ હતી. ચોમાસામાં પાણી ટપકે, બાળકોને ભણાવવામાં મુશ્કેલી થાય, શિયાળામાં ઠંડી તો ઉનાળામાં તડકોને ગરમી, ઉપરાંત જીવ-જંતુનો પણ ભય રહેતો. પૈસા તો હતા જ નહિ કે ઘર બનાવું ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મને લાભ મળ્યો.
મકાન બાંધવા મને ૧,૨૦,૦૦૦ની સહાય મળી. ઉપરાંત મારા જ મકાનમાં કામ કરવાની મજુરી પેટે મને ૧૭૫૦૦ સરકારે ચુકવ્યા તેમજ શૌચાલય માટે પણ ૧૨૦૦૦ ની સરકારે સહાય આપી. આમ, કુલ દોઢ લાખથી વધુ ની સહાય મને મળી. ઘરનું ઘર હોવાનું સપનું મે ખુલ્લી આંખે જોયું અને એ સપનું સાકાર કર્યું પ્રધાનમંત્રી આવાસ યોજનાએ.
વધુમાં તેઓ જણાવે છે કે, આજે ઘરનું ઘર સરકારના સહકારથી મળી ગયુ ત્યારે હું અને મારો પરિવાર ખુબ જ ખુશ છીએ. આવાસ મળતા અમારી બધી સમસ્યાઓનો અંત આવ્યો છે. જેથી અમે ભારત સરકાર તેમજ મુખ્યમંત્રી નો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
પ્રધાનમંત્રી આવાસ યોજના આવા અનેક ઘરવિહોણા પરિવારો માટેની છત બની છે. આ યોજનામાં ઘર માટે તો ૧,૨૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે ઉપરાંત અન્ય યોજનાને સાથે જોડીને પોતાના ઘર નિમાર્ણમાં કામ કરવાની મજુરી તેમજ શૌચાલય નિર્માણ પેટે પણ રકમ ચુકવવામાં આવે છે. આમ ગરીબોને પણ સુવિધાસભર ઘરનું ઘર મળી રહે તે તરફનું સર્વોત્તમ પગલુ છે પ્રધાનમંત્રી અવાસ યોજના.
લીલાપર અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાયદાના નિષ્ણાંતો દ્વારા મહિલાઓને POSH Act 2013 (Prevention of Sexual Harassment at Workplace Act) ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. POSH કાયદો કાર્યસ્થળે મહિલાઓ સાથે થતી...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા કે.પી. હોથી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, સરવડ ખાતે જાતીય અને પ્રજનન આરોગ્ય તથા રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કિશોર તથા કિશોરીઓને જાતીય તથા પ્રજનન આરોગ્ય સંબંધિત મૂળભૂત માહિતી, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, માનસિક સ્વાસ્થ્ય...