ટંકારાના મેઘપર ઝાલા ગામે પતીના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી
ટંકારા તાલુકાના મેઘપર ઝાલાના ગામે રહેતી પરિણીતાનો પતિને દારૂ પીવાની ટેવ હોય અને પરણીતાને ઘરકામ બાબતે મેણાં ટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતો હોવાથી પરણીતાએ કંટાળી ઝેરી દવા પી જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા અને હાલ મોરબીના બેલા (રંગપર) ગામે રહેતા દેવાભાઈ સંભુભાઈ ચાડમીયા (ઉ.વ.૬૨) એ આરોપી રમેશભાઈ અજમલભાઈ વાઘેલા રહે. મેઘપર ઝાલા ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરી લક્ષ્મિ રમેશભાઈ અજમલભાઈ વાઘેલા રહે.હાલ મેઘપર ઝાલા તા.ટંકારા વાળીને તેના પતી રમેશભાઈ અજમલભાઈ કે જેઓ દારુ પિવાની ટેવ વાળા હોય અને ફરીયાદીની દિકરી લક્ષ્મીને ને ઘરકામ બાબતે અવાર-નવાર મેણાટોણા મારી શારીરીક અને માનશીક દુખત્રાસ આપી મરવા ઉપર મજબુર કરતા હોય જે દુખત્રાસ સહન ન થતા પોતાની જાતે જેરી દવા પી આપઘાત કરી લેતા લક્ષ્મીબેનનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.