Thursday, September 11, 2025

મહેસુલ તલાટી વર્ગ – ૩ ની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના ૧૮ કેન્દ્રો પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મહેસુલ તલાટી વર્ગ – ૩ ( જાહેરાત ક્ર્માંક:૩૦૧/૨૨૫-૨૬) ની પરીક્ષા આગામી તા. ૧૪/૦૯/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી ૧૭:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે માધ્યમિક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મહેસુલ તલાટી વર્ગ – ૩ ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા. ૧૪/૦૯/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી ૧૭:૦૦ કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

ગુજરાત માધ્યમિક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મહેસુલ તલાટી વર્ગ – ૩ ની પરીક્ષા મોરબીમાં શ્રી એસ.વી.પી કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, શ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નવયુગ વિદ્યાલય, કન્યા છાત્રાલય પાછળ, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મલ વિદ્યાલય, કેનાલ પાસે – રવાપર રોડ, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યાલય, ઉમા ટાઉનશીપ પાસે, ઓમવીવીએમ કોલેજ, સરદાર બાગ સામે, શનાળા રોડ, એલ.ઈ. કોલેજ (ડિગ્રી), નટરાજ ફાટક પાસે, સામા કાંઠે, આર.ઓ. પટેલ મહિલા કોલેજ, કન્યા છાત્રાલય પાછળ, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, પી.જી. પટેલ કોલેજ, મહેશ હોટેલ પાસે, શનાળા રોડ, એલ.ઈ. કોલેજ (ડિપ્લોમા), મોરબી આઈટીઆઈ કેમ્પસ, પાણીની ટાંકીની સામે, મહેન્દ્રનગર, સેન્ટ મેરી સેકન્ડરી & હાયર સેકન્ડરી સ્કુલ, નવલખી રોડ, નવજીવન વિદ્યાલય, રવાપર ઘુનડા રોડ, ક્રિષ્ના વિદ્યાલય, રવાપર ઘુનડા રોડ, અભિનવ વિદ્યાલય, પ્રમુખ સ્વામી સોસાયટી પાછળ, નાની કેનાલ રોડ અને શ્રી જ્ઞાનપીઠ વિદ્યાલય, શનાળા રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર