Thursday, April 18, 2024

ખેડૂત આંદોલન: મિયા ખલિફા અને અમાન્ડાએ ટ્રોલર્સને વળતો જવાબ આપતા કહ્યું કે, ‘જ્યા સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી …’

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનની ચર્ચા વિદેશમાં પણ થઇ રહી છે. રીહના, મિયા ખલિફા, અમાન્દા સેર્ની દ્વારા ખેડૂત આંદોલનને ટ્વિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી આ બધા સતત ટ્રોલ થયા હતા. ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે આ લોકો પર પૈસાની સાથે ટ્વીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ આ સ્ટાર્સ લોકોએ તેમ છતાં તેમનું સમર્થન ચાલુ રાખ્યું હતું. હકીકતમાં, લોકો દ્વારા ટ્રોલિંગ થયા પછી, અમાન્દા અને મિયા ખલિફા બંનેએ નિરાંતે લોકોએ તેનો વળતો જવાબ આપ્યો હતો. આ બંનેએ ટ્રોલર્સ પર નિશાનો સાંધ્યો હતો. તાજેતરમાં જ અમાન્દાએ એક ટ્વિટ કર્યું હતું જેમાં તેણે પૈસા લઈને ટ્વીટ કરવાની બાબત પર પોતાનો જવાબ આપ્યો હતો.આ સાથે જ, મિયાએ પણ આ અંગે તેનો પ્રતિસાદ આપ્યો હતો. અમેરિકન અભિનેત્રી અમાન્ડા સર્નીએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘આ ફક્ત ચીડવવા માટે છે. મને ઘણા પ્રશ્નો છે … કોણ મને પૈસા આપે છે? મને કેટલા પૈસા મળી રહ્યા છે? હું મારું ઈન્વોઈસ ક્યાં મોકલી શકું? મને પૈસા ક્યારે મળશે? મેં ઘણું ટ્વિટ કર્યું છે … શું મને વધારે પૈસા મળશે? ‘ તે જ સમયે, મિયાએ અમાન્ડાના આ ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ ટ્વીટને રીટવીટ કરતા તેમણે લખ્યું કે, ‘જ્યાં સુધી અમને પૈસા નહીં મળે ત્યાં સુધી અમે ટ્વીટ ચાલુ રાખીશું.’ મિયા અને અમાન્ડને આ વખતે જોરદાર ટ્રોલ કરાયા હતા. આ બંનેનું ટ્વીટ હવે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે મિયા ખલીફા પહેલા પણ આ ટ્રોલર્સ પર પ્રતિક્રિયા આપી ચૂકી છે. તેમણે ખેડૂતોના સમર્થનમાં એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં મિયા ખલીફા ભારતીય વાનગીઓની મજા માણતી જોવા મળી રહી હતી.

 

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર