મોરબી: મોરબીમાં આધેડનું એસીડ પી જતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ચિત્રા નગર સ્કાયમોલ સામે રહેતા ૬૧ વર્ષીય ગીતાબેન નરભેરામભાઈ ફુલતરીયા ગત તા ૦૬-૦૯-૨૦૨૨ ના રોજ એસીડ પી જતા બે ભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં મોરબી સીટી એ ડીવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
