મોરબી: હળવદમાં રાપસંગપર રોડ કંડેશ્વર હનુમાનજીના મંદિર નજીક આધેડ મહીલાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના ગરબાડા ના વતની અને હાલ હળવદમાં કંડેશ્વર હનુમાનજીના મંદિરની બાજુમાં છાપરામાં રહી મજુરી કામ કરતા મંજુબેન મનોજભાઈ રાઠવા (ઉ.વ.૫૯) એ ગત તા.૨૭-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે કોઈપણ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક છાપરામાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેમજ મરણ જનારનો લગ્નગાળો દશ વર્ષનો છે. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે કે.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...