૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને નવયુગ કોલેજ ખાતે કરવામાં હતું.
૩૬મી નેશનલ ગેમ્સ ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓકટોબર દરમિયાન ગુજરાતમાં યોજાનાર છે જે અંતર્ગત ૩૬મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો તથા વિધાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે મોરબી જિલ્લા કક્ષાના જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી બ્રિજશેભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજશેભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ૩૬મી નેશનલ ગેમ્સના ગુજરાતમાં મંડાણ થવા જઇ રહ્યા છે જે ગર્વની બાબત છે. જીવનમાં સ્પોર્ટનેશ અને સ્પોર્ટ સ્પીરીટને જરૂરી ગણાવતા જણાવ્યું હતું કે, ભણતર અને ગણતર સાથે રમતનું પણ આગવું મહત્વ છે. વધુમાં મંત્રીશ્રીએ તમામ વિધાર્થીઓને ભણો, ગણો અને સારા રમતવીર બનો તેવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ તથા જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે મુછાર, જિલ્લા યુવા વિકાસ અધિકાર હિરલબેન વ્યાસ અગ્રણી દુર્લભજીભાઇ દેથરિયા, વિનોદ પટેલ, નવયુગ વિધાલયના ટ્રસ્ટી પી.ડી.કાંજીયા સહિત અગ્રણીઓ, રમતપ્રેમીઓ તથા વિશાળ સંખ્યામાં યુવાઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી સિટી મામલતદાર ઓફીસમા તલાટી મંત્રી, મધ્યાનભોજનમા તથા એટીવીટી શાખામાં ઘણી જગ્યા ખાલી છે જે ભરવા બાબતે પૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી. જોષીએ કલેકટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક જગ્યાઓ ભરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી સીટી મામલતદાર ઓફીસમાં હાલમા તલાટી મંત્રી આશરે દશેક (૧૦) જગ્યા...