રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ખાતે ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહુર્ત કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૨૬૦૦ થી વધુ ગ્રામ પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યા છે તેમ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, લક્ષ્મીનગર ખાતે જીર્ણ થયેલા પંચાયત ભવનને સ્થાને અદ્યતન ટકાઉ મજબૂત અને સુવિધાસભર ગ્રામ પંચાયત ઘર નિર્માણ પામશે. સરકાર દ્વારા તમામ ક્ષેત્રે નિષ્ઠા, પારદર્શિતા અને પ્રામાણિકતાથી તમામ વિકાસ કાર્યો કારવામાં આવી રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઈ જીવાણી, વહીવટદાર ઈશ્વરભાઈ કાસુન્દ્રા, પૂર્વ સરપંચ બાલકૃષ્ણભાઈ, પૂર્વ ઉપસરપંચ પ્રવિણભાઈ, ગામના અગ્રણી હંસરાજભાઈ પાંચોટીયા, હર્ષદભાઈ પાંચોટીયા, રવજીભાઈ ભાંખોડીયા, દુર્લભજીભાઈ, સવજીભાઈ સુરાણી, કાંતાબેન, ગોવિંદભાઈ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેરમાં રહેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર યુવકને આરોપીએ પોતાના મોબાઈલમાં ફેક ફેસબુક આઈડી બનાવી તે પરથી યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનતી કરી ગાળો આપી તથા સાથીઓને પણ અભદ્ર ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ સબજેલ પાસે વણકરવાસમાં રહેતા ધંધો કરતા અને આમ...
રજૂ થયેલા કેન્દ્રીય બજેટ માં મોરબી જિલ્લા ને કોઈ ફાયદો નહી! પણ ભાજપ પ્રમુખ કરશે વખાણ
ગઈ કાલે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખાસ લાભ મોરબી કે મોરબીના સિરામિક,ઘડિયાળ,કે અન્ય ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો થયો નથી છતાં દેવા તળે દબાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા આવતી...