Tuesday, October 14, 2025

ટંકારાના મિતાણા ગામની સીમમાં પવનચક્કીમાથી કેબલ અને પ્લેટની ચોરી  

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર -MTN-01 ના ગેઈટનો નકુચો તોડી તસ્કરો કન્વર્ટ કેબીનમાથી અર્થીંગ કેબલ ૧૭૦૦૦ હજારનો તથા પ્લેટ (તાંબુ) જેની અંદાજિત કિંમત રૂ.૮૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૫૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ જઈ તેમજ પવનચક્કીની પેનલમાં તોડફોડ કરી ૫૦૦ રૂપિયાનું નુકસાન કર્યું હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ ટંકારા ધર્મભક્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પુનીતભાઈ પ્રેમનાથ રાવલ (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા ચોર ઇસમએ મીતાણા ગામની સીમમાં આવેલ પવનચકકી નંબર-MTN-01 ના ગેઇટનો નકુચો તોડી કન્વર્ટર કેબીનમાંથી અર્થીંગ કેબલ ૧૦ મીટર વજન આશરે ૧૫ કિગ્રા જેની કિ આશરે રૂ-૧૭,૦૦૦/- તથા ૩૦૦ ચોરસ મીમી ૦૧ પ્લેટ (તાંબુ) જેનો વજન આશરે ૦૮ કિગ્રા જેની અંદાજીત કિરૂ-૮૦૦૦/-મળી કુલ રૂ-૨૫૦૦૦/-ના મુદામાલની ચોરી કરી લઇ જઇ તેમજ પવનચકકીની પેનલમાં આવેલ વસ્તુની તોડફોડ કરી આશરે કિમત રૂપિયા-૫૦૦૦/-નુ નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર