માળીયા મિંયાણાના હરીપર ગામની અગરમા મીઠાની મજુરી કરતા ૨૦૦ અગરીયાઓને ધેર પરત મોકલી પંદર માલધારી પરીવારોને ગ્રામ પંચાયત દ્રારા રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ…
માળીયા મિંયાણાના હરીપર ગ્રામ પંચાયત દ્રારા બિપોરજોય વાવાઝોડા ના આગમચેતી પગલાનિ ભાગરૂપે કલેકટર જી.ટી પંડયા મોરબી, તથા જિલ્લા વિકાસ અધિકારી મોરબીની સૂચના તેમજ તાલુકા વિકાસ અધિકારી માળીયા મિંયાણાના માર્ગદર્શન હેઠળની ટીમના એન.બી. ભીલ, વિસ્તરણ. અધિકારી તાલુકા પંચાયત એસ.એસ. પિલુડીયા વિસ્તરણ અધિકારી ખેતીવાડી પી.એમ.પરાસરા, (IRD) એ.એમ.કાદરી તલાટી કમ મંત્રી દ્વારા મીઠાના અગરમાં કામ કરતાં ૨૦૦ મજુર અગરીયાઓને પોતાના ધેર પરત મોકલવામાં આવેલ છે, અને બહારથી આવેલા માલધારીના ૧૫ કુટુંબોને હરીપર ગામનની પ્રાથામિક શાળામાં રહેવા અને જમવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે. અને ગામમાં કાચા મકાનમાં રેહેતા લોકોને તેના પરિવારજનો સાથે પાકા આવાસમાં અને પ્રાથમિક શાળામાં તેની રહેવાની વ્યવસ્થા કરવામા આવી હતી
