માળીયા મીયાણાના સંધવાણી વાસમાં નળ તુટી જતા છેલ્લા એક મહિનાથી પાણીનો વેડફાટ; તંત્ર નિદ્રામાં
માળીયા મીયાણા સંધવાણી વાસમાં છેલ્લા એક મહિનાથી પાણીનો નળ તુટી ગયો છે જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગામી બે ત્રણ દિવસમાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો રહિશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
માળીયા મીયાણા શહેરમાં આવેલ સંધવાણી વાસમાં છેલ્લા એક મહિનાથી પાણીનો નળ તુટી ગયો છે જેથી હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે એક તરફ માળીયામાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે અને બીજ તરફ પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. તેમજ આ સતત પાણી નીકળવાના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેથી ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધી વધતા લોકોને રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી છે. સત્તાધિશો ઘોર નિદ્રામાં પોઢી ગયા છે તેમને કોઈ સમસ્યા દેખાઈ નથી રહી જેથી રહિશોમાં રોષ વ્યાપી ગયો છે અને જો આગામી ૨-૩ દિવસમા આ નળનું રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.