MMC@1ના ભાગરૂપે અગ્નિસમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શનને લગતી ટ્રેનીંગ અપાઈ
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકાના એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાના સ્ટાફને ફાયર પ્રિવેન્શનને લગતી ટ્રેઈનીંગ અને ફાયર એક્સટીંગયુશર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ. જેમાં આગ લાગવા કે કોઈ આકસ્મિક આપદા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ ફાયર એક્સટીંગયુશરનો ઉપયોગ કેવી રીતે કરવું તેની જાણકારી આપવામાં આવી.
આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.