MMC@1 ની ઉજવણીના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી મહાનગરપાલિકા એક વર્ષ સફાળતા પૂર્વક પૂર્ણ કર્યું હોય ત્યારે MMC@1 ની ઉજવણીના ભાગરૂપે તારીખ ૨૪ થી ૩૧ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં મહાનગરપાલિકાના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ રક્તદાન કેમ્પ મોરબી મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનીટી હોલ, સરદારબાગ ખાતે યોજાયો હતો. જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરાયું હતું અને રક્તદાન કરનાર તમામ MMC ના કર્મીઓને સર્ટિફિકેટ વિતરણ કર્યા હતા, મોરબી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદેશ માનવ જીવન બચાવવા માટે એક ડગલું આગળ આવવાનો રહ્યો છે, જેમાં MMC ના તમામ શાખાધિકારી તથા કર્મચારીઓએ રક્તદાન કરી સમાજમાં માનવ જીવન બચાવવાનો મેસેજ આપ્યો હતો. આ કાર્યક્રમમાં કમિશ્નર સ્વપ્નિલ ખરે IAS , નાયબ કમિશનર કુલદીપસિહ વાળા સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.