Monday, October 13, 2025

મોરબી નેશનલ હાઇવે પર બે ઓવરબ્રિજ બનાવવા માટે આમ આદમી પાર્ટીની રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નેશનલ હાઈવે પર બે ઓવરબ્રિજ બનાવવા માટે આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા ભારત સરકાર ના પરીવહન વિભાગના મંત્રી નીતીનભાઇ ગડકરીને પત્ર લખી રજુઆત કરી છે.

જેમાં જણાવાયું છે કે મોરબી હાલમાં સિરામિક ઉદ્યોગમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. 8-A નેશનલ હાઈવે મોરબીની વચ્ચેથી પસાર થાય છે જે નેશનલ હાઈવે કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરને જોડે છે, જેના કારણે આ નેશનલ હાઈવે પર સતત ટ્રાફિક રહે છે અને લાંબી કતારો જોવા મળે છે. આ ધોરીમાર્ગનો સૌથી નજીકનો રસ્તો પીપળી રોડ છે, જેના પર ઘણી સિરામિક ફેક્ટરીઓ છે. બધા વાહનો મોરબીના ટીમડી પાટિયાથી પીપળી ગામ તરફ અને ફન હોટલ થી મહેન્દ્રનગર ચોકડી તરફ જાય છે, જેના કારણે હાઇવે પર ઘણો ટ્રાફિક રહે છે.માટે આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી દ્વારા ટીમડી પાટિયા અને ફન હોટલ પાસે એમ બે ઓવરબ્રિજ બનાવવા માટે ભારત સરકાર ના પરીવહન વિભાગના મંત્રી નીતીનભાઇ ગડકરી ને પત્ર લખ્યો છે અને બંને ઓવરબ્રિજ ઝડપથી બનાવી અને નેશનલ હાઈવે પર થતાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર