Friday, January 23, 2026

મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ડેવલપમેન્ટ પ્લાનની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મોરબી મહાનગરપાલિકા વિસ્તારના આયોજનબદ્ધ વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા વિકાસ યોજના (ડેવલપમેન્ટ પ્લાન)ની પ્રગતિ અંગે સમીક્ષા કરવા અર્થે મહત્વની બેઠક કમીશ્નર, મોરબી મહાનગરપાલિકા તથા નાયબ કમિશનર મોરબી મહાનગરપાલિકા અને મુખ્ય કારોબારી અધિકારી, મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળના અધ્યક્ષ સ્થાને તારીખ બેઠક યોજવામાં આવી.

જેમાં ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની કામગીરીના વિવિધ પાસાઓ અને વર્તમાન સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને એવા વિસ્તારો કે જે હાલમાં ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આવરી લેવામાં આવ્યા નથી, તેવા વિસ્તારોમાં બાંધકામની તથા સંબંધિત અન્ય મંજૂરીઓ અને માળખાકિય સુવિધાઓનો લાભ જાહેર જનતાને મળી રહે તે અર્થે મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર કરવાની કામગીરીને ઝડપથી પુર્ણ જરૂરી માર્ગદર્શન તથા જરૂરી સુચના આપવામાં આવેલ.

સત્તામંડળ દ્વારા આ ડેવલપમેન્ટ પ્લાન અમલી બનવાથી અત્યાર સુધીના ૧૯૭૧ ના ડેવેલપમેંટ પ્લાન બહારના વિસ્તારોમાં નિયમાનુસાર જે તે ઝોન મુજબની બાંધકામ પરવાનગી આપવી શક્ય બનશે, જેનાથી નાગરિકોને કાયદેસરના બાંધકામ માટેની સુવિધા પ્રાપ્ત થશે. આ પ્રક્રિયાના પરિણામે મોરબી શહેરનો વિકાસ વધુ સુદ્રઢ, સુઆયોજિત અને શિસ્તબદ્ધ થશે. જે મુજબ આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ સાથેનું આયોજન હાથ ધરવામાં આવશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર