મોડપર ગામે રહેણાક મકાન માંથી દારૂની ૩૮ બોટલ મળી આવી

મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે મોરબી તાલુકાના મોડપર ગામે એક ઈસમ પોતાના ભોગવટા વાળા મકાનમાં વેચાણ અર્થે દારૂનો મોટો જથ્થો રાખ્યો હોય ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતું.

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા મોડપર ગામે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા ઘર માંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-૦૧ કલાસીક બ્લેન્ડ ઓરીજનલ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કંપની શીલ પેક ૩૮ બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ ૧૪,૨૫૦/- હોઈ ત્યારે પોલીસ દ્વારા તે તમામ બોટલો કબ્જે કરવામાં આવી છે. રેઇડ દરમિયાન આરોપી મળી આવેલ ન હોઈ ત્યારે તેને પકડી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img