વાગડીયા ગામના જાપા પાસેથી બે ઇસમો છરી સાથે ઝડપાયા

માળિયા પોલીસ દ્વારા માળિયાના વાગડિયા ગામના જાપા પાસેથી ૨ ઇસમોને નેફામાં સ્ટીલની છરી રાખી મળી આવ્યા હતાં. ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ માળિયા પોલીસ વાગડિયા ગામના જાપા પાસે હોઈ ત્યારે એક ઈસમ શકમંદ લાગતા તેમની તપાસ કરતા તેની પાસે થી સ્ટીલની એક બાજુ ધારવાળી છરી મળી આવેલ હતી ત્યારે તેનું નામ પૂછતા તેઓ નબીર હાજીભાઇ મોવર(ઉ.વ.૧૯) હોઈ ત્યારે પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી અટકાયત કરવામાં આવી છે.

બીજી તરફ એ જ વિસ્તારમાં પોલીસ દ્વારા અન્ય એક ઇસમની તપાસ કરતા તેમની પાસે થી પણ સ્ટીલની ધારદાર છરી લઈ જતો હોય ત્યારે પોલીસ દ્વારા તેમની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેનું નામઠામ પૂછતા તેઓ રહેમાનભાઇ ડાડાભાઇ કટીયા (ઉવ.૨૭) હોઈ ત્યારે પોલીસ દ્વારા ગુન્હો નોંધી તેમની પણ અટકાયત કરવામાં આવી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img