મોરબી-રાજકોટ રોડ પર ક્રિષ્ના પાર્ટી પ્લોટ પાસેથી બે બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી રાજકોટ બાયપાસ રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટના ગેસ પાસે પાર્કિંગમાથી યુવકનું તથા સાથી મળી કુલ બે બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી રોડ ખોડીયાર ડેરી પાછળ સમજુબાનગરમા રહેતા હર્ષ હીતેશભાઈ કવૈયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમો ફરીયાદીનુ સુઝુકી કંપનીનુ એક્સેસ મોટર સાઈકલ રજીસ્ટર નં-GJ-36-AH-5999 તથા તેના મિત્ર પંકજભાઇ રાઠોડનુ સુઝુકી એક્સેસ મોટર સાઈકલ રજીસ્ટર નં- GJ-36-AG-1400 જેની એક મોટર સાઈકલની અંદાજે હાલે કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી એમ બન્ને સુઝુકી એક્સેસ મોટર સાઈકલની કુલ કિ.રૂ. ૧,૦૦, ૦૦૦/- વાળા મોટર સાઇકલ પરવાનગી વગર કે સહમતી વગર રાખેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.