Wednesday, February 11, 2026

માળીયા મોરબી હાઈવે રોડ પર ટ્રક સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મોરબી નેશનલ હાઈવે રોડ પર આવેલ સોખડા ગામના પાટીયા પાસે હાઇવે રોડ પર ટ્રક સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાતા ટ્રકમાં નુકસાન થયું હોય જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ટેન્કરના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના શાંતિનગર ગામ પંચાયત ગડુગામ ખાતે રહેતા મોહિતભાઈ બાબુભાઈ વઢવાણા (ઉ.વ.૩૦) એ આરોપી ટ્રક ટેન્કર રજીસ્ટર નંબર GJ-27-V- 3619 આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક ટેન્કર રજીસ્ટર નંબર GJ-27-V-3619 વાળો પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી હાઇવે રોડ ઉપર પસાર થતા વાહનોનું ધ્યાન રાખ્યા વગર બેદરકારીથી રોડની કટમાંથી વળાંક વાળી ફરીયાદીના અશોક લેલન ટ્રક રજીસ્ટર નંબર GJ-32-T-8198 વાળામાં સાઇડમાં ભટકાડી એક્સીડન્ટ કરી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર