Wednesday, February 11, 2026

મોરબી કલેકટર કચેરી ઓફિસમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ; યોગ્ય કરવા મુખ્યમંત્રીને રજૂઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ જીલ્લા કલેકટર કચેરીનું તંત્ર સાવ ખાડે ગયુ છે . સ્ટાફ પર કોઈ જાતનું કંટ્રોલ ન હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે કામગીરી સમયસર થતી નથી જેથી આ બાબતે યોગ્ય કરવા અન્ન અને નાગરિક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી. જોશીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબીમાં કલેકટર તરીકે કે.બી.ઝવેરી સાહેબ હાજર થયાબાદ આ જીલ્લાનું કલેકટર કચેરીનું તંત્ર સાવ ખાડે ગયેલ છે સ્ટાફ ઉપર કોઈ જાતનો કંન્ટ્રોલ નથી આ બાબતની રજુઆત કરવા જાવતો કલેકટર સાહેબ કહે છે કે આ બધુ ચાલ્યા કરે અરજદારને સોમવાર અને મંગળવાર મળવાનો દીવસ છે તે દીવસે સાહેબ મીંટીગમા છે. સાહેબ વીસીમાં આવા જવાબો મળે છે.

મોરબી જીલ્લા સાથે વાંકાનેર હળવદ માળીયા ટંકારા અને મોરબીનો સમાવેશ કરેલ છે. અરજદારો દુરથી ભાડા ખર્ચેને આવે છે અને ધકકા થાય છે અને આ જીલ્લાની પ્રજાનું કોઈ સાંભળતુ નથી જેથી પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે જેથી આગામી સતાવીસની ચુંટણીમાં ભાજપને અસર કરે તેવો સંભવ છે અને સરકાર બદનામ થાય છે સરકાર ઉપરથી સુચનાઓ આપે છે પણ તેનો અમલ થતો નથી અને અધીકારી પોતાની મનમાની ચલાવે છે આ મારો અનુભવ છે અને મારો સીધો આક્ષેપ છે કલેક્ટર ઓફીસમા પ્રવેશ માટે ફકત એકજ દરવાજો ખુલો રાખેલ છે અન્ય ત્રણ દરવાજા પોતાના મનસ્વી રીતે બંધ કરેલ છે જે તદન ગેરવ્યાજબી છે.

જેથી અરજદારોની ટ્રાફીક વ્યવસ્થા જળવાતી નથી પાંચ તાલુકા માંથી બનેલ જીલ્લો છતા અરજદારને ન્યાય મળતો નથી અગાઉ રાજકોટ જીલ્લો હતો ત્યારે અરજદારના કામ સરળતાથી થઈ શકતા કલેકટર ઓફીસ ત્રણવર્ષથી ઉપરના કર્મચારીની બદલી પણ કરતા નથી તે ધણીજ મહત્વની જગ્યાએ પાંચ વર્ષથી કર્મચારી ફરજ બજાવે છે જેની પણ બદલી કરવામાં આવતી નથી કલેકટર ઝવેરી ભષ્ટાચારી નથી નોનકરપટેડ અધિકારી છે પરંતુ કર્મચારી કલેકટરને ગેરમાર્ગ દોરે છે. અને વ્યવસ્થા બગડે છે. કલેકટરને જી.એસ.ટી. ના અનુભવી જોઈ અમુક બાબતે તેમને ખ્યાલ હોતો નથી જેનો કર્મચારી ગેર ફાયદો ઉઠાવે છે અને પ્રજા હેરાન થાય છે તો આ બાબતે વહેલી તકે યોગ્ય કરવા રજૂઆત કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર