મોરબીના રફાળેશ્વર રોડ પર આવેલ તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ યુવકને શોધી કાઢવા શોધખોળ હાથ ધરી હતી ત્યારે ભારે જેહમત બાદ યુવકને શોધી કાઢી ફાયર વિભાગ દ્વારા યુવકને ડૂબતો બચાવી લઈ હેમખેમ તળાવમાંથી બહાર કઢી યુવકને જીવીત ૧૧૨ ની ટીમને સોંપવામાં આવેલ છે. મોરબી ફાયર વિભાગની આ સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી.





