મોરબી; શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી
મોરબીના પીલુડી(વાઘપર) ગામે રહેતા મહિલા જામનગરમાં સાસરે હોય જ્યાં તેમના સાસરીયા દ્વારા પરણિતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પિલુડી વાઘપર ગામે રહેતા પરમેશ્વરીબા અભયરાજસિંહ ચુડાસમા (ઉ.વ. ૨૬) એ આરોપી અભયરાજ સિંહ અનોપસિંહ ચુડાસમા, ભારતીબા અનોપસિંહ ચુડાસમા, અનોપસિંહ મહિપતસિંહ ચુડાસમા, હર્ષરાજસિંહ અનોપસિંહ ચુડાસમા રહે. જાસોલીયા સોસાયટી. ગામ, જામનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તથા ઘરકામ બાબતે તથા કરીયાવર ઓછો લાવ છો તથા દિકરીનો જન્મ થયો એ બાબતે મહેણાંટોણાં મારી ફરીયાદીના પતિની ચડામણી કરતા મારકુટ કરી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.