Thursday, January 15, 2026

મોરબીમાં ગાળો બોલવા જેવી નજીક બાબતે બે પક્ષો વચ્ચે મારામારી સામસામે ફરિયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આવેલ વાવડી રોડ ઉપર ગણેશ નગર નાકા પાસે ગાળો બોલવા જેવી નજીક બાબતે બે શખ્સો વચ્ચે મારામારી થઈ હતી જે મારામારીનો બનાવ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને જ્યાં બંને પક્ષો દ્વારા સામસામે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નંબર 13 માં રહેતા અને કેટરર્સનો ધંધો કરતા હાર્દિકભાઈ પ્રવીણભાઈ કંજારીયા (ઉ.વ.૨૩) એ આરોપી યોગેશભાઈ રહે. મોરબી તથા બે અજાણ્યા શખ્સો રહે બધા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓને ફરીયાદિના માસીના ઘરની બાજુના કોમ્પ્લેક્ક્ષની છત ઉપર ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ ગળો આપી યોગેશ્ભાઇએ જયેશભાઇને ધોકાનો ઘા મારી તથા ફરીયાદિને અજાણ્યા આરોપીએ માથાના ભાગે ધોકાના ઘા મારી તથા નાક ઉપર લોખંડની કોઇ વસ્તુ નો ઘા મારી લોહી કાઢી ઇજા કરેલ હોય તેમજ જયંતીભાઇને અજાણ્યા આરોપીએ ડાબા પગે કોસ નો ઘા મારી ઇજા કરેલ છે તેમજ સોનલબેન ને અજાણ્યા આરોપીએ મુઢમાર મારી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી..

જ્યારે સામાપક્ષે મોરબીના નાની વાવડી રોડ ઉપર બાયપાસ ચોકડીની બાજુમાં જેપુરિયાની વાડીમાં રહેતા ભાવેશભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.૨૫) એ આરોપી જેન્તીભાઈ ઉર્ફે ભોલો તથા હાર્દિકભાઈ તથા જયેશભાઈ તથા સોનલબેન રહે. બધા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓ ફરીયાદિના પતંગના સ્ટોલ પર જઇ ગાળો આપી સ્ટોલ બંધ કરવાની ધમકી આપી ફરીયાદિ તથા સાથીને ધોકા તથા પથ્થર પકડી તથા છુટા ઘા કરી તથા છરી વડે ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી હતી.

બંને પક્ષો દ્વારા મોરબી સીટી એડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી બંને પક્ષો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર