મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અમરેલી ગ્રામ પંચાયતોનું રૂ.92.61 લાખનું ડામર રોડનું કામ પૂર્ણ
મોરબી: નગરપાલિકાને તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવથી મોરબી નગરપાલિકા અને તેની આસ-પાસના ૦૯ ગ્રામ પંચાયતોને ભેળવીને મોરબી મહાનગરપાલિકામાં રૂપાંતરીત કરવામાં આવેલ છે. જેમાં અમરેલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર ગ્રામ પંચાયતમાં રહેલ સ્વભંડોળ અંતર્ગત ગ્રામ પંચાયતના થયેલ ઠરાવ અન્વયે કામોની તાંત્રિક તથા વહીવટી મંજુરી આપી ગ્રામ પંચાયતના સ્વભંડોળ માંથી અમરેલી થી બાયપાસ સુધી ડામર રોડનું કામ અંદાજીત રકમ રૂ.૯૨.૬૧ લાખનું શરૂ કરવામાં આવેલ હતું જે કામ પૂર્ણ કરવામાં આવેલ છે.મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની યાદિમા જણાવ્યું છે.