મોરબી ABVP શાખા દ્વારા વિદ્યાર્થીઓને માળીયા-દેરાળા રૂટની સમસ્યાનુ સમાધાન કરવા બાબતે એસટી તંત્રને રજૂઆત
મોરબી: ABVP મોરબી શાખા દ્વારા વિધાર્થીઓને માળિયા- દેરાળા રૂટને લઈને સમસ્યાનું સમાધાન કરવામાં આવે જેથી વિધાર્થીઓને હાલાકી ભોગવવી ન પડે તે બાબતે વિધાર્થીઓને સાથે રાખી મોરબી એસટી વિભાગને ઉગ્ર રજૂઆત કરવામાં આવી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યરત વિશ્વનું સોથી મોટું વિધાર્થી સંગઠન છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા માળિયા – દેરાળા રૂટ પરની બસ એક જ આવે છે જ્યારે બસની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિદ્યાર્થીઓને અનેક પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે વિધાર્થી દ્રારા અનેક વાર એસટી વિભાગમા મૌખિક રજુઆત કરવામાં આવી પણ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનુ વાત સાંભળવા ન આવી હોવાથી વિદ્યાર્થી હિત માટે આજ રોજ ABVP દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી આગામી સમયમાં વિદ્યાર્થીની સમસ્યા ઉકેલવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગ તંત્રની રહેશે.