Tuesday, July 22, 2025

મોરબી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બ્રિજ ઇન્સ્પેક્શન અને રોડ રીપેરીંગ તથા વરસાદી પાણીના નિકાલ બાબતે બેઠક યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરની અધ્યક્ષતામાં તાજેતરમાં મોરબી જિલ્લામાં આવેલ બ્રિજ પુલની સમીક્ષા તેમજ રોડ રસ્તા અને પાણીના નિકાલના પાયાના પ્રશ્નોના નિવારણ બાબતે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં તમામ વિભાગોને તેઓના હસ્તક રહેલ તમામ બ્રિજના ટેકનિકલી સર્વે કરાવવા તથા સમયાંતરે બ્રિજની મુલાકાત લેવા અને મુલાકાત સંદર્ભેના તમામ રેકોર્ડની નિભાવની કરવા સૂચના આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જો કોઈ બ્રિજ જર્જરીત જણાય તો તેના પર પ્રવેશ પ્રતિબંધાત્મક માટની કાર્યવાહી સત્વરે કરવા જણાવવામાં આવ્યું હતું.

બ્રિજ ઉપરાંત મોરબી જિલ્લામાં આવેલ સરકારની ઇમારતો જેવી કે, સરકારી કચેરીઓ આંગણવાડી, શાળાઓ, હોસ્પિટલ, પંચાયતો વગેરે તમામ બિલ્ડિંગ્સની ખરાઈ કરી જર્જરીત હાલતમાં હોય તો સાવચેતી અને સલામતીના તમામ અસરકારક પગલાંઓ લેવા તથા તાત્કાલિક અસરથી તે માટે લેવાપાત્ર તમામ ઘટિત પગલાંઓ લેવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ઓવરબ્રિજ, નેશનલ હાઇવેના સર્વિસ રોડ અને અન્ય મહત્વના માર્ગો તથા બ્રિજ પર વોટરલોગીંગના પ્રશ્નો બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. હાઈવેની ખુલ્લી ડ્રેનેજમાં કચરો ન જાય તે માટે પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

મોરબી શહેરી વિસ્તારમાં નાળા, વોંકળા, પુલિયાની આસપાસ નિયમિત સાફ-સફાઈ થાય તે પ્રકારનું આયોજન કરવા અને પાણીનો નિકાલ અટકે નહીં તે બાબતે જરૂરી મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં વરસાદી ઋતુને પગલે જિલ્લામાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે યોગ્ય આયોજન કરવા તથા નિયમિત નિદાન કેમ્પનું આયોજન કરવા પણ સુચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઈજનેરઓ, નેશનલ હાઈવેના પ્રોજેક્ટ મેનેજર, એન્જિનિયરો, ચીફ ઓફિસર્સ સહતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર