Sunday, December 8, 2024

મોરબી અને હળવદમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના શનાળા રોડ માધવ માર્કેટના પાર્કિંગમાથી તથા હળવદ ટાઉન સરા ચોકડી સરા રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના અવનીપાર્ક મેઇનરોડ અવની ચોકડી પાસે મયુરપાર્ક સોસાયટીમાં રહેતા અરજણભાઇ પરસોત્તમભાઈ ડાભી (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી નું હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એન-૩૦૭૯ જેની કિંમત રૂ.૬૩૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરીયાદ હળવદના સરા રોડ પર રઘુનંદન સોસાયટીમાં રહેતા બાબુભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુએચ.એફ.ડિલક્ષ કંપનીનું મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર-જીજે-૩૬- એ.ડી-૮૮૧૩ જેની કિંમત રૂ. ૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર