મોરબીના જોન્સનગર પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં શેરીએ શેરીએ જાણે વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોય તેમ દારૂ મળી રહ્યો છે ત્યારે મોરબીના જોન્સનગરના ઢાળીયા પાસે રોડ પરથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના જોન્સનગરના ઢાળીયા પાસે રોડ પર આરોપી ભાવેશગીરી રમણીકગીરી ગોસાઈ (ઉ.વ.૩૩) રહે. ગાયત્રીનગર શેરી નં-૦૫ મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૧૯૨૩ ના મુદ્દામાલ સાથે આરોપી મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img