મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની માંગ
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં હાલમાં ૮૦૦ થી પણ વધારે દિવ્યાંગ બાળકો નોંધાયેલ છે. આ બાળકોને વિવિધ પ્રકારના મેડીકલ રીપોર્ટ જેવાકે થેલેસેમીયા, ઈકો, બોન્ડેજ, ઓડયોગ્રામ તેમજ વિગેરે રીર્પોટ કરાવા માટે મોરબી થી રાજકોટ સિવિલ હોસ્પિટલ જવુ પડે છે અને જો મોરબી જીલ્લાના છેવાડાના ગામના દર્દીને તો ઓછામાં ઓછુ ૧૦૦ થી ૧૨૫ કિ.મી અંતર કાપીને જવુ પડે છે જે લોકો પાસે વાહનની વ્યવસ્થા છે તેઓ રાજકોટ સિવિલ સુધી તો સરળતાથી જઈ શકે છે. પરંતુ સિવિલ હોસ્પટિલ ખાતે પહોંચ્યા બાદ રીર્પોટ માટે સવાર થી સાંજ અથવા રાત સુધી રોકાવવું પડે છે અને જો આજ દર્દી એક સામાન્ય અથવા શ્રમિક પરિવારમાંથી હોય તો તેને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે.
ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાના આવા તમામ દર્દીઓને આર્થીક અને શારીરીક મુશ્કેલીઓ ઓછી થાય તે માટે મોરબી જીલ્લામાં આરોગ્ય બાબતે તમામ રીર્પોટ મોરબી જિલ્લામાં જ સરળતા થઇ શકે તે માટેની તમામ વ્યસ્થા મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરવા રજુઆત કરી માંગ કરી છે.