મોરબીનાં નવા બસ સ્ટેશન નજીક યુવતી પર એક શખ્સનો હુમલો
મોરબી: મોરબીમાં આરોપી યુવતી સામે ટગર ટગર જોતા યુવતીએ જણાવેલ કે કેમ મારી સામે જોયા કરે છો તેમ જણાવતા આરોપીએ યુવતી સાથે બોલાચાલી કરી ગાળો આપી યુવતીને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવતીએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરામા રહેતી એક યુવતીએ આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂ ટાવર નટુભાઝાલા રહે. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૦૪-૨૦૨૪ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં મોરબી નવા એસટી બસ સ્ટેન્ડ બાજુમાં શનાળા રોડ પર આરોપી ફરીયાદી સામે ટગર ટગર જોતા ફરીયાદીએ જણાવેલ કે કેમ મારી સામે જોયા કરો છો તેમ જણાવતા આરોપીએ ફરીયાદીસાથે બોલાચાલી કરી તથા ગાળો ભુંડા બોલી એકદમ ઉશ્કેરાઇજઇ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદીને ઢિકાપાટુનો મુંઢમાર મારી આરોપીએ પોતાના હાથથી નખોડીયા ભરી ફરીયાદીને શરીરના ભાગે સામન્યઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવતીએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.