જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિજાગૃતી નું વાતાવરણ ઊભું કરીયે : ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
મોરબી મધ્યે કોરોનામાં મૃત્યુ પામેલા દિવ્યાંગોના મોક્ષ માટે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ભાવિકો સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોધરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભે પોથી પૂજન કાંતિભાઈ અમૃતિયા ના પરિવાર દ્વારા કરાયું હતું પધારેલા ભાવિકો ને આવકાર સાથે સ્વાગત પ્રવચન કાંતિભાઈ અમૃતિયાએ કર્યું હતું
ભાગવત સપ્તાહમાં ભાઈશ્રી દ્વારા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી ને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી મોરબીના ઇતિહાસમાં મોરબીના લોકોએ ત્રણ ત્રાસદીનો હિંમતપૂર્વક સામનો કર્યા ની વાત ભાગવત વચ્ચે ભાઈ શ્રીએ કરી હતી જેમાં મચ્છુ ડેમ તૂટ્યા નો ઉલ્લેખ ભૂકંપમાં કચ્છ અને મોરબી ને પડેલ નુકસાન અંગે વાત અને કોરોના મહામારીમાં મોરબીને પડેલી ખોટ અંગે વાત કરતા ભાઈ શ્રી એ મોક્ષનું માર્ગ અને ધર્મની વાત કરી હતી.
ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં મોરબી સહિત ગામો થી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવ વિભોર થઈ ભાગવતનું સ્મરણ કર્યું હતું.
