મોરબી: મોરબી ઓટો મોબાઇલ એસોસિએશન દ્વારા છેલ્લા આઠ વર્ષથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે દર વર્ષેની જેમ આ વર્ષે પણ મોરબી ઓટોમોબાઇલ પરિવાર દ્વારા શરદપૂર્ણિમાના દિવસે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુવન ગ્રીન ખાતે યોજાયેલા આ ગરબામાં ખેલૈયાઓને સ્પોર્ટ્સ સિલ્વર મેટરી તથા અન્ય વેપારીઓના સહયોગથી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. ગરબા બાદ ઓટોમોબાઈલ એસોસિએશનના પરિવારે સાથે મળીને ભોજન પણ લીધું હતું.
