મોરબી : સમગ્ર રાજ્યમાં આજે કળયુગની જાગતી જ્યોતમાં મેલડીના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.જેમા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં પણ વિવિધ મેલડી માતાજીના મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં બિરાજમાન આવાસની જાગતી જ્યોત સમા આવાસની મેલડી માતાજીના મંદિર ખાતેમાં મેલડીના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી, કેક કટિંગ, શણગાર તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવાસની મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના ભુવા પ્રદીપભાઈ ચાવડાની રાહદારી હેઠળ મેલડી મંડળ દ્વારા માતાજી ના જન્મોત્સવ નિમિત્તે સાંજે ૭ કલાકે માતાજીની મહાઆરતી, બાદ કુમારીકાઓના હસ્તે કેક કટિંગ, માતાજીનો શણગાર, અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એતિહાસિક પ્રસંગે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક પ્રસંગોનો લાભ લીધો હતો.
આવાસની મેલડી મંડળ દ્વારા દર રવિવારે બટુક ભોજન સાથે મહાપ્રસાદ પણ યોજવામાં આવી રહ્યો છે.જેનો બહોળી સંખ્યામાં લોકો મહાપ્રસાદ લઈ રહ્યા છે.
મોરબીના સામાકાંઠે આવેલ વિધ્યુતનગર કાલીકા માતાજીના મંદિર પાછળ મફતીયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૨૮૪૮ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી...
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ હડમતીયા રોડ ઉપર શીવ કોમ્પ્લેક્ષમા આવેલ દુકાન નં -૦૩ થી ૦૬ ભાડે આપી તેનો ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવનાર દુકાન માલિક સામે ટંકારા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ મોરબી જીલ્લા...