મોરબી આયુષ હોસ્પિટલ સામે પાર્કિંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી આયુષ હોસ્પિટલ સામે આવેલ પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ નારણજી ટ્રાન્સપોર્ટની સામે મફતીયાપરામા રહેતા બાબુભાઈ અમરશીભાઈ સોલંકી (ઉ.વ.૫૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭-૦૬-૨૦૨૩ ના રોજ કોઈપણ વખતે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- જીજે-૩૬-એ.એ.-૬૫૭૦ વાળુ સને ૨૦૨૦ નુ મોડલ બ્લેક કલર વાળુ કિ.રૂ.૨૫,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર બાબુભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.