મોરબીની ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાં જુગાર રમતા ચાર મહિલા ઝડપાઇ
મોરબી શહેરમાં સામાકાંઠે ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલાને રોકડા રૂપિયા ૧૦,૧૪૦ ના મુદ્દામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી મેઇન શેરીમાં જાહેરમા રેઇડ કરી કુલ-૪ મહિલા આરોપી રીનાબેન કલ્પેશભાઇ કુંડારીયા (ઉ.વ.૪૬) રહે. અક્ષર પાર્ક પંચાસર રોડ મોરબી-૧, રંજનબા ભરતસિંહ જાડેજા (ઉ.વ.૩૫) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી શેરી નં.૧૧ મોરબી, જશુબા યુવરાજસિંહ ઝાલા (ઉ.વ.૪૦) રહે. કાલીકા પ્લોટ ના ખુણે મોરબી, જોશનાબેન વિજયભાઇ સોલંકિ (ઉ.વ.૩૦) રહે. ક્રિષ્ના સ્કુલની બાજુમાં રવાપર રોડ મોરબીવાળાને રોકડા રૂ.૧૦,૧૪૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.