મોરબી તાલુકાના બગથળાથી માણેકવાળા જવાના રસ્તે ભગવતી કારખાના સામે બાઈક લઈને જઈ રહેલા જયંતીલાલ પરસોતમભાઇ ચનીયારાનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી: મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહિલાઓ માટે આરોગ્ય અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શરૂ કરાયેલા વિશેષ પ્રોજેક્ટનો આજે ૮મી ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ચોથો મહિનો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.
જાણવા જેવું છે કે તા. ૧૪ જૂન, ૨૦૨૫ના રોજ સંસ્થાએ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની...