મોરબી: મોરબીના બંધુનગર ગામે આવેલ રામજી મંદિરના ચોકમાં આગામી તા. ૧ઓક્ટોબરેના રોજ ત્રણ નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.01લી ઓક્ટોબરે નવરાત્રીના છઠ્ઠા નોરતે બહુચર યુવક મંડળ બંધુનગર દ્વારા ધર્માદાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક “પાવા નું પતન” યાની ” જય મહાકાળી” તેમજ સામાજિક નાટક “ખોરડાની ખાનદાની” અને કોમિક નાટક “ગંગારામનો ગોટાળો” ભજવવામાં આવશે. આ શુભ અવસરે સૌ ભાઇઓ બહેનોને તથા ધર્મપ્રિય જનતાને નાટક જોવા પધારવા બહુચર યુવક મંડળ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે .
