Friday, May 3, 2024

મોરબી પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કલેકટરે પીડિતોને મહિને ૧૨ હજાર સામે ઓરેવા મહિને ૫ હજાર આપવાની વાત કરતા હાઇકોર્ટે ભારે ઝાટકણી કાઢી 

ઓરેવા કંપની કોર્પોરેટ કેસ જેવી દલીલ કરી રહી છે અને હજુ સુધી પીડિતો માટે ટ્રસ્ટ બનાવ્યું નથી : હાઇકોર્ટ

કોઈ કામગીરી કરતાં નથી અને માફી પણ માગતા નથીઃ હાઇકોર્ટ

હાઇકોર્ટે ઓરેવા ગ્રૂપના એડવોકેટને વેધક ટકોર કરી હતી કે થઅમે દરેક બાબત રેકર્ડ પર લઈ રહ્યા છીએ અને એ અમારા આદેશમાં આવશે. તમે ટ્રસ્ટના ગઠન મુદ્દે કંઇ કર્યુ નથી અને જે કામગીરી કરતાં નથી એના માટે માફી પણ માગતા નથી. આ કોર્ટના આદેશની અવગણના નથી તો બીજું શું છે ? તમે આ મામલે કન્ટેમ્પ્ટમાં છો. અમે તમારી સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરીશું.

મોરબી : મોરબીનો ઝૂલતો પુલ તૂટતા ૧૩૫ નિર્દોષ લોકોના મૃત્યુના કેસની સુઓમોટો રિટની સુનાવણીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિકૂદ્ધ પી. માથીની ખંડપીઠે ઓરેવા ગ્રૂપ અને તેના ખઉ જયસુખ પટેલની ભારે ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, હાઇકોર્ટના અગાઉના સ્પષ્ટ આદેશો છતાંય પીડિતોને કાયમી નાણાકીય સહાય અને તેમના વિવિધ મુદ્દાના નિવારણ માાટે ટ્રસ્ટના ગઠન સંદર્ભે ઓરેવા કંપનીએ કંઇ જ કર્યું નથી.

જે દર્શાવે છે કે કંપની અને એના ડિરેક્ટર બદઇરાદા પૂર્વક અને જાણીજોઈને કોર્ટના આદેશોને અવગણી રહ્યા છે. તેથી કંપનીના ખઉને નોટિસ પાઠવવામાં આવે છે અને સ્પષ્ટતા કરવાનો આદેશ કરવામાં આવે છે કે શા માટે કોર્ટના આદેશોની અવગણના કરવાના મામલે તેમની સામે કાર્યવાહી ન કરવામાં આવે. તથા આ કેસની વધુ સુનાવણી ૨૬મી એપ્રિલે મુકરર કરાઇ છે.

મોરબી હોનારતના કેસમાં શુક્રવારે સુનાવણી દરમિવાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ઓરેવા કંપનીનો ભારે ઊઘડા લેતા ટકોરે કરી હતી કે, તમારા લીધે જ દુર્ઘટના ઘટી હતી. અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, બાળકો અનાથ થયા, લોકો કાયમી દિવ્યાંગ થયા. આ જાહેરહિતની આરજીનો હાઇકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધુ હતુ અને તમને કોઇ અધિકાર નથી કે તમે કોઇ રજૂઆત કરો. ઊલટાનું તમે જાણે પીડિત હોવ એવી રીતે અહીં રોકકળ કરો છો, હકીકતમાં તો તમારા લીધે જ નિર્દોષ લોકોનિરાધાર બન્યા છે. સમગ્ર ઘટના માટે એકમાત્ર તમે જ જવાબદાર છો. તમને કેસમાં પાર્ટી તરીકે જોડયા હોઈ શકે પરંતુ આ જાહેરહિતની અરજીમાં વારંવાર હાઇકોર્ટે આદેશો કર્યા છે અને તમે એની અમલવારી કરતાં નથી. તમે કોઇ સમાધાન સાથે કોર્ટમાં આવ્યા નથી, દરેક વખતે કોર્ટ સાથે સંતાકુકડી રમો છો. શું પીડિતોને પાંચ હજાર કે ૧૨ હજાર રૂપિયા મહિને આપવાના મામલે દલીલ કરવાનો તમને કોઇ પણ અધિકાર છે ?

આ હકીક્ત સામે આવતાં ખંડપીઠે ટકોર કરી હતી કે, પાંચ હજાર કે ૧૨ હજાર રૂપિયા એ મામલે કંપની નેગોશિયેશન કોર્ટ સમક્ષ કરી શકે નહીં, કંપનીએ નાગરિકોના જીવનને ભારે નુકસાન પહોંચાડયું છે, ત્યારે કંપની એવી દલીલ ન કરી શકે કે તેઓ પાંચ હજાર આપશે કે ૧૨ હજાર આપશે. કલેક્ટરનો પ્રસ્તાવ તેમણે ગ્રાહ્ય રાખવો જ પડે અમારી સમક્ષ આ કેસમાં જે ૧ રિપોર્ટ સામે આવ્યો હતો. એ દર્શાવે છે કે ? કંપનીની ભારે બેદરકારીના કારણો જ બ્રિજ તૂટયો હતો અને કંપની જ દુર્ઘટના માટે જવાબદાર છે. અને હવે કંપની સુનાવણીમા કરવાની દલીલ કરી રહી છે. જે વ્યક્તિ ૪૦ ટકા વિકલાંગ થઇ ગઇ તેવી વ્યક્તિને પાંચ હજાર કે ૧૨ હજાર આપવા મામલે તમારે દલીલ કરવી છે? કલેકટરે જે પ્રસ્તાવ રજૂ કર્યો છે તે મુદ્દે તમારે કંપની પાસેથી સૂચના લઇને કોર્ટને જણાવી દેવી જોઈએ. તમારે એવી દલીલ ન કરવી જોઈએ કે અમને રજૂઆત કરવાની તક આપો. આ મામલે ઓરેવા ગ્રૂપ સંપૂર્ણપણે દોષી છે અને એ ભૂલનું કોઇ જસ્ટિફિકેશન કંપની આપી શકે નહીં. વિકલાંગ, વિધવા, વૃદ્ધોને સહાય આપવાના મામલે તમે કોઇ જસ્ટિફિકેશન આપી શકો નહીં. હવે આ મામલે હાઈકોર્ટે ૨૬મી એપ્રિલના રોજ વધુ સુનાવણી રાખી છે અને જયસુખ પટેલને શા માટે તેમની સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી ન કરી તેની સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.

ઓરેવા તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે અમે ૧૪ કરોડ રૂપિયાથી વધુની સહાય પીડિતોને આપી છે. આ દલીલથી નારાજ થઇ કોર્ટે ટકોર કરી હતી કે, થયું ૧૪ કરોડ રૂપિયાની સહાયની ચૂકવણી તમારા હિસાબે પૂરતી છે? મહેરબાની કરીને આવી દલીલ ન કરો. સમગ્ર દુર્ઘટનાના જવાબદાર તમે છો અને આ ધરતી પર બીજી કોઈ પણ વ્યક્તિ મોરબી પુલ તૂટવા માટે જવાબદાર નથી. તમારી કંપની ચાલી રહી છે અને તમે રૂપિયા કમાઈ રહ્યા છો, ત્યારે સહાય આપવાના મામલે બિનજરૂરી દલીલો ન કરો.

ટ્રસ્ટનું ગઠન કરવાના હાઇકોર્ટના આદેશ મામલે પણ ઓરેવા ગ્રૂપની ઝાટકણી કાઢવામાં આવી હતી અને હાઈકોર્ટે કહ્યું હતું કે આ દુર્ઘટના માત્રને માત્ર તમારા કારણે થઇ છે અને તમારે હાઇકોર્ટના દરેક આદેશની અમલવારી માટે તૈયાર રહેવું જોઇએ, અમે ગઈ સુનાવણીમાં ટ્રસ્ટના ગઠનનો આદેશ કર્યો હતો, પરંતુ તમે એ મામલે હજુ સુધી કંઈ કર્યું જ નથી. તમે ટ્રસ્ટના ગઠન માટે કોઇ પબેબી સ્ટેપથ લીધા હોય તો બતાવો. આ રીતે કોર્ટ સાથે સંતાકૂકડી રમવાનું બંધ કરો. અમે તમારા પર શા માટે ગુસ્સે થઇ રહ્યા છીએ એ તમે સમજી જ ગયા હશો. કંપનીએ જે કામ કરવું જોઈએ એ પઅપ ટુ ધી માર્કથ નથી થઈ રહ્યું. આ કોઈ કોર્પોરેટ કેસ નથી. તેથી કોર્પોરેટ કેસ જેવી દલીલો ન કરો. અમે તમારી વર્તણૂક સામે સખત વાંધો ઊઠાવીશું અને આદેશમાં એની નોંધ લઈશું. ઓરેવા ગ્રૂપ અને એના ડિરેક્ટર કોર્ટના આદેશોની અવગણના કરી રહ્યા છે. તમે આ ગેમ ન રમી શકો કે અમે સરકારના જવાબની વાટ જોઇ રહ્યા હતા. અમે કંપનીના બેંક ખાતા પણ ટાંચમાં લઇ શકીએ છીએ. તમે અમને હળવાશથી ન લો અને કોર્ટને પરાઇડથ પર લઈ જવાનો પ્રયત્ન ન કરો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર